મોડપરમાં વાડીના મકાનમાં જામેલી જુગારની મહેફીલમાં દરોડો

જામનગર તા.૧ ઃ ભાણવડ તાલુકાના મોડપરમાં એક વાડીના મકાનમાં જામેલી જુગારની મહેફીલ પર એલસીબીએ દરોડો પાડી ત્રણ શખ્સને પકડી લીધા છે. જયારે નાલ ઉઘરાવી જુગાર રમતા એક અને જુગાર રમતા અન્ય બે નાશી ગયા છે. રૃા. ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.  ભાણવડ તાલુકાના મોડપર ગામની સીમમાં આવેલી એક વાડીમાં કેટલાક શખ્સો વાડી માલિકને નાલ આપી જુગાર રમતા હોવાની બાતમી દેવભૂમિ દ્વારકા એલસીબીને મળતા એલસીબીએ ત્યાં આવેલી હિતેષ ગોપાલભાઈ પુરોહિતની વાડીમાં દરોડો પાડયો હતો. તે સ્થળે હિતેષને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા જેન્તીભાઈ મથુરભાઈ પુરોહિત, આરીફ આદમ ભટ્ટી, રીયાઝ ઓસમાણ ફકીર નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતાં. જયારે વાડી માલિક તેમજ વિક્રમ નારણભાઈ નંદાણીયા, હમીર વીરાભાઈ ગાગીયા નાશી ગયા હતાં. એલસીબીએ પટ્ટમાંથી રૃા. ૩૫૨૫૦ રોકડા, બે મોબાઈલ, બે બાઈક મળી કુલ રૃા. ૧૦૮૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit