Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલની ઋતુમાં મચ્છર ઉપ્દ્રવમાં વધારો થવાની શક્યતાઃ
જામનગર તા. ૧૧: વાહક જન્ય રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા રોગોના ના નિયંત્રણ માટે આરોગ્ય ટીમ દ્વારા વીકલી ધોરણે એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે. જેમાં તા. ૨૪-૮-૨૬થી તા. ૩૦-૮-૨૬ દરમ્યાન ૨,૫૦,૯૧૫ વસ્તી સર્વેલન્સ હેઠળ આવરી લીધેલ હતી. અને ૨૩૫ ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો, સર્વે હેઠળ કુલ ૬૧,૦૦૯ ઘરોની મુલાકાત લેવામાં આવી, તેમાંથી કુલ ૧,૪૪૧ પાત્રો પોઝિટીવ મળ્યા હતા, પાણી ભરેલા કુલ ૨૭,૯૧૬ પાત્રોમાં એબેટ નામની દવાનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. (પોરાનાશક) કામગીરી કરવામાં આવી હતી તથા કુલ ૧,૪૪૧ પોઝિટીવ પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર પાલિકાની આરોગ્ય શાખાની યાદી જણાવે છે કે, હાલની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે. શહેરમાં નોંધાતા મચ્છરજન્ય રોગો મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાના કેસોમાં વધારો થવાની શક્યતા રહેલી છે. શહેરમાં નોંધાતા મચ્છરજન્ય રોગોના કેસોમાં સરકારની ગાઈડલાઈન મુજબ ફીવર, સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, આરોગ્ય શિક્ષણ વગેરે જેવી કામગીરી કરવામાં આવી રહી છે. આ મચ્છરજન્યો રોગોથી બચવા માટે શહેરના નાગરિકોને નીચે જણાવ્યા મુજબ પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયાથી બચો
૦ પાણી ભરેલા તમામ વાસણો હવા ચૂસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા ૦ પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીઝની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો ૦ પાણીના નાના ખાડા-ખાબોચિયાના પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો ૦ મોટા પાણીના ભરાવામાં બળેલું ઓઈલ નાખવું ૦ અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો ૦ મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરના કરડવાથી બચો ૦ મચ્છરોના કરડવાથી બચવા માટે રાત્રે આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાવડવાની કોઈલ, ક્રીમ રીપેલેંટસનો ઉપયોગ કરો ૦ સવારે અને સાંજે બારી બારણા બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે ૦ તાવ આવે કે તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો. તેવી ગાઈડલાઈન્સ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial