| | |

લોકડાઉન હળવું થયું ને લબૂક-ઝબૂક ચાલુ!

જામનગર તા. ૨૨ઃ લોકડાઉન-૪ માં છૂટછાટો અને ધંધા પછી ધીમે ધીમે ઉદ્યોગ-ધંધા ચાલુ થયા અને ધંધા-વ્યવસાય માટે વીજવપરાશ વધ્યો. લોકડાઉન દરમિયાન વીજપુરવઠો મોટાભાગે જળવાઈ રહ્યો, પરંતુ સોમવારથી લોકડાઉન હળવું થયા પછી જામનગર સહિત હાલારમાં વીજળીના ધાંધિયા શરૃ થઈ ગયા છે. ક્યારેક બપોરે તો ક્યારેક રાત્રે વીજપુરવઠો ખોરવાઈ જાય છે અને ક્યારેક તો દિવસમાં ચાર પાંચ વખત વીજળી ગુલ થઈ જાય છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી આવવા-જવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. આ કારણે ગરમીમાં બફાતા લોકો અકળાઈને બહાર નીકળે તો ધોમધખતો તડકો હોય છે. તે ઉપરાંત ઘણા વ્યવાસયિકો પણ તેમના કામ-ધંધાનો આધાર વીજપુરવઠા આધારિત હોવાથી પરેશાન થાય છે. લોકડાઉનમાંથી બહાર નીકળીને માંડ નાના-મોટા કામ-ધંધા શરૃ થયા, ત્યાં હવે વીજળીનું લબૂક ઝબૂક પરેશાન કરી રહ્યું હોવાની રાવ ઉઠી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit