યુવતીનો અકળ કારણથી ગળાફાંસો

જામનગર તા. ૧૦ઃ જામનગરના ગોકુલનગરમાં રહેતાં એક યુવતીએ આજે સવારે કોઈ અકળ કારણસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા વ્હોરી લીધી હતી. બનાવની જાણ થતાં ૧૦૮ તથા પોલીસ સ્ટાફ ધસી આવ્યાં હતાં. પોલીસે તેણીની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલી સાયોના શેરી નજીકની બાપા સીતારામ મઢુલી પાસે રહેતાં પાઠક પરિવારના મીત્તલબેન બી. પાઠક (ઉ.વ. ૨૫) નામના યુવતીએ આજે સવારે આઠેક વાગ્યે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની તેમના પરિવારજને ૧૦૮ને જાણ કરતાં એમ્બ્યુલન્સ દોડી આવી હતી. તેના સ્ટાફે આ યુવતીને નીચે ઉતારી ચકાસતા તેણી મૃત્યુ પામેલા જણાઈ આવ્યાં હતાં. પોલીસને જાણ કરાતાં સીટી સી ડીવીઝનનો પોલીસ સ્ટાફ પણ આવી પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ આરંભી છે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit