| | |

ભણગોરમાં રોટાવેટરમાં આવી જતા યુવાનનું મૃત્યુ

જામનગર તા. ૨૨ઃ લાલપુરના ભણગોરમાં ગઈકાલે ટ્રેકટરમાં રોટાવેટર લગાડી કામ કરી રહેલા એક યુવાન અકસ્માતે રોટાવેરટમાં આવી જતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામની સીમમાં રહેતા મનોજભાઈ જીવણભાઈ કઢાણીયા નામના ચાલીસ વર્ષના પટેલ યુવાન ગઈકાલે સાંજે પોતાના ખેતરમાં ટ્રેકટરમાં પાછળ રોટાવેટર લગાડી જમીન ખોદી રહ્યા હતાં ત્યારે અકસ્માતે ટ્રેકટર પરથી તેઓનો પગ લપસી ગયો હતો.

જમીન પર પટકાયેલા મનોજભાઈ પર પાછળ જ આવી રહેલું રોટાવેટર ફરી વળતા આ યુવાન ગંભીર રીતે ઘવાયા હતાં. તેઓને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી પરંતુ તે પહેલાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું પિતા જીવણભાઈ દુદાભાઈ કઢાણીયાએ પોલીસમાં જાહેર કર્યું છે. લાલપુર પોલીસે સીઆરપીસી ૧૭૪ હેઠળ બનાવની નોંધ કરી તપાસ શરૃ કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit