Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ દરોડામાં ૫૦ થી વધુ બોટલ, ૨૦ બીયરનાં ટીન અને બોટલ અને ૨૪ ચપલા કબજે કરાયાઃ ચાર ઝડપાયા, ૧ ફરાર
જામનગર તા. ૪: જામનગર-ખંભાળિયા રોડ પર ઝાખર ગામના પાટીયા પાસે એક મોટરમાંથી મેઘપર પોલીસે ઈંગ્લીશ દારૂની નાની મોટી ૨૧૬ બોટલ પકડી પાડી છે. ઝડપાયેલા જામનગરના શખ્સે થાનથી દારૂ આવ્યાની અને સીંગચના શખ્સે મંગાવ્યાની કબૂલાત આપી છે. શાંતિનગરમાં એક મકાનમાંથી બીયરના ૨૦ ટીન, દારૂની ૧ર બોટલ મળી આવી છે. ત્રણ દરવાજા નજીક બાઈકમાં ઈંગ્લીશ દારૂની નાની મોટી ર૯ બોટલ લઈને જતા બે શખ્સ ઝડપાયા છે. જ્યારે નાગનાથ નાકા નજીક એક કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ૩પ બોટલ દારૂ સાથે બે શખ્સ મળી આવ્યા છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા પાસે આવી રહેલી એક મોટરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. તેવી બાતમી મળતા ગઈકાલે બપોરે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ એ.એલ. બારસીયા તથા એન.એમ. ગઢવીની સૂચનાથી વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ઝાખર ગામ તરફ જઈ રહેલી જીજે-૩૭-બી ૭૪૭૦ નંબરની સ્વીફ્ટ મોટરને રોકી લેવામાં આવી હતી. આ મોટરની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની નાની મોટી ૨૧૬ બોટલ મળી આવી હતી. રૂ।.૧૦૫૮૧૬ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી પોલીસે મોટરમાં જઈ રહેલા જામનગરના કૃષ્ણનગરની શેરી નં.પમાં રહેતા મહેન્દ્રસિંહ ગુમાનસિંહ વાઢેરની ધરપકડ કરી છે. આ શખ્સની પૂછપરછમાં તેણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનના કેતન વિરજીભાઈ પરમારે દારૂ મોકલાવ્યાની તથા સીંગચ ગામના ઈશ્વરસિંહ સદુભા વાઢેરે દારૂ મંગાવ્યાની કબૂલાત આપી છે. ત્રણેય સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. કુલ રૂ।.૫૦૫૮૧૬નો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારના છેવાડે શાંતિનગરની શેરી નં.૭ના છેડે પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના રહેણાંક મકાનમાં ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ તથા બીયરના ૨૦ ટીન મળી આવ્યા હતા. કુલ રૂ।.૧૦,૨૧૨નો દારૂનો જથ્થો કબજે કરાયો છે. નાસી ગયેલા પૃથ્વીરાજસિંહની શોધ કરાઈ રહી છે.
જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાંથી ગઈકાલે બપોરે સિટી એ ડિવિઝનના સ્ટાફે અમિત હિતેશભાઈ પારજીયા ઉર્ફે કોટન, હિતેશ કિશોરભાઈ રોડીયા ઉર્ફે ટીડા નામના બે શખ્સને રોકી લઈ ચેક કરતા આ શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ તથા ર૪ ચપલા મળી આવ્યા હતા. કુલ રૂ।.૧૩૨૦૦નો દારૂ કબજે કરી બંને સામે ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના નાગનાથ નાકા નજીક આવેલા માઈલસ્ટોન કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી ગઈકાલે સાંજે સમીર મુસ્તાકભાઈ ખાન તથા ભરત શૈલેષભાઈ ગોસ્વામી નામના બે શખ્સને બાઈક સાથે પકડી લેવામાં આવ્યા છે. આ શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની ૩૫ બોટલ મળી આવી હતી. કુલ રૂ।.૧૩૦૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial