Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડના પત્રકાર પર વીડિયો મૂકવાના મામલે મોટરમાં આવેલા ત્રણ શખ્સનો હલ્લો

ડીસ ચેનલમાં વીડિયોનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: ભાણવડના એક પત્રકાર પર ન્યૂઝ ચેનલમાં વીડિયો મૂકવાના મામલે મોટરમાં ધસી આવેલા ત્રણ શખ્સે ઢીકાપાટુથી હુમલો કરી ગાળો ભાંડી હતી.

ભાણવડ શહેરના પદ્માવતીનગરમાં વસવાટ કરતા રણમલભાઈ પરબતભાઈ મોઢવાડીયા ઉર્ફે રાજુભાઈ મેર નામના પત્રકાર ગઈકાલે સવારે વેરાડ નાકા પાસે ચાની હોટલે હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો ધસી આવી હતી.

આ મોટરમાંથી ઉતરેલા ભાણવડના વિજય પીઠાભાઈ બંધીયા, હિતેશ પુંજાભાઈ ગોજીયા તથા એક અજાણ્યા શખ્સે ન્યૂઝ ચેનલમાં વીડિયો મૂકવા બાબતે બોલાચાલી કર્યા પછી રણમલભાઈને ઢીકાપાટુથી માર મારી ગાળો ભાંડી હતી. ભાણવડ પોલીસ મથકમાં રણમલભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh