Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગાઉની માથાકૂટના કારણે
જામનગર તા. ૨૬: જામનગરના સિક્કા ગામના એક યુવાન પર મહિલા સહિત ચાર વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીઓનો છૂટકારો કર્યાે છે. જામનગર તાલુકાના સિક્કા ગામના હસન અબ્દુલ કમોરા સાથે ઈમરાન જાકુબ હુંદડાને અગાઉ બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગઈ તા.૨-૪-૨૩ના દિને ઈમરાન પર હુમલો કરી હસન અબ્દુલ કમોરા, એજાઝ અબ્દુલ, નવાઝ અબ્દુલ કમોરા, ઝરીનાબેન અબ્દુલે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ વિક્રમસિંહ જેઠવાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial