નગરપાલિકા કારોબારી સમિતિની રચના તથા વિકાસ કામોની ચર્ચા

જામનગર તા. ૧૦ઃ સિક્કા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ન.પા.ના કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. કારોબારી સમિતિના ચેરમેન પદે સૈયદ અબ્દુલકાદર બાપુની સર્વે સભ્યોની સહમતિથી વરણી કરવામાં આવી હતી.  આ તકે સિક્કા મુસ્લિમ જમાતના આગેવાન ઈકબાલ મેપાણી, આબીદ અલવાણી, ન.પા. પ્રમુખ જુસબભાઈ બારોયા, ઉપપ્રમુખ અસગર દાઉદ  ગંઢાર, કોંગ્રેસના તમામ સભ્યો, ગામના વડીલોએ અબ્દુલકાદર બાપુનું ફૂલહારથી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. કારોબારી ચેરમેન અબ્દુલકાદર બાપુએ સિક્કા ગામમાં સારા વિકાસ કામો માટે સંકલ્પ વ્યક્ત કરી સૌના સહકારની અપીલ કરી હતી.અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit