| | |

પડાણામાં ચોવીસ કલાક બંધ રહેલા મકાનમાં તસ્કરી

જામનગર તા. ૯ઃ લાલપુરના પડાણામાં રહેતા એક આસામી ચોવીસ કલાક માટે મકાન બંધ કરીને બહાર ગયા પછી મોકળુ મેદાન ભાળી ગયેલા તસ્કરોએ તે મકાનમાંથી રૃા. પોણા બે લાખ ઉપરાંતના સોના-ચાંદીના દાગીના, રોકડની ચોરી કરી છે. પોલીસે તસ્કરોના સગડ દબાવ્યા છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા ૫ડાણા ગામમાં ન્યુ રેસીડેન્સીમાં વસવાટ કરતા મૂળ ધોરાજી તાલુકાના નાની વાવડી ગામના ભગીરથસિંહ ગુલાબસિંહ વાળા ગઈ તા. ૬ની રાત્રે પોતાનું રહેણાક બંધ કરીને બહાર ગયા પછી તા. ૭ની રાત્રે પરત ફર્યા તે દરમ્યાન કોઈ તસ્કરોએ મકાનમાં ખાતર પાડ્યું હતું.

આ મકાનના મુખ્ય દરવાજાના તાળાને આગળીયા તથા નકુચા સાથે કોઈ ઓજાર વડે તોડી નાખી ઘુસી ગયેલા તસ્કરોએ અંદરના ઓરડાનું પણ તાળુ તોડ્યું હતું. તે પછી કબાટના બારણા ઊંચકાવી નાખી તેમાં પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ તફડાવી તસ્કરો પલાયન થઈ ગયા હતાં. ઘેર પરત આવેલા ભગીરથસિંહે ઉપરોક્ત દૃશ્ય નિહાળી પોલીસને જાણ કરી હતી. મેઘપરના પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફ દોડી ગયા હતાં. સ્થળ પર પોલીસે ચકાસણી કર્યા પછી ભગીરથસિંહની ફરિયાદ પરથી કુલ રૃા. ૧,૮૬,૬૦૦ની મત્તા ચોરી જવા અંગે અજાણ્યા તસ્કરો સામે આઈપીસી ૩૮૦, ૪૫૪, ૪૫૭ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit