ખંભાળિયામાં આજે કાન,નાક,ગળાના રોગનો યોજાશે નિઃશુલ્ક નિદાન કેમ્પ

ખંભાળિયા તા.૧૭ઃ દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા લાયન્સ કલબ તથા ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલના સંયુકત ઉપક્રમે આજે બપોરના ૩ થી સાંજના ૭-૩૦ વાગ્યા સુધી કાન, નાક, ગળાના રોગોનો વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે.

આ કેમ્પનો લાભ લેવા લાયન્સના પ્રમુખ વિનુભાઈ બરછા, સેક્રેટરી મહેન્દ્રભાઈ જોશી તથા પ્રોજેકટ ચેરમેન ડો. સાગર ભૂતે અનુરોધ કર્યો છે. ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલ શારદા સિનેમા રોડ, ખંભાળિયામાં રાખેલ છે.

close
Ank Bandh
close
PPE Kit