ચિદમ્બરમ્ ઉવાચ ઃ હિન્દી ભાષી લોકો સાથે ખુશ પણ તામિલભાષીઓ પર ગર્વ

દક્ષિણ ભારતમાં હિન્દીભાષી સાથે આક્રોશ કે રાજનીતિ ?

નવી દિલ્હી તા.૧૫ઃ પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ્ે મોદી સરકારની નવી શિક્ષણનીતિ પર પરોક્ષ રીતે પ્રહાર કરતા કહ્યું કે હિન્દી ભાષી લોકો સાથે ખુશ, પરંતુ તામિલભાષી લોકો પર ગર્વ છે.

સોમવારે રાષ્ટ્રભાષા હિન્દી દિવસ ઉજવાઈ રહ્યો હતો ત્યારે પૂર્વ ગૃહમંત્રી ૫ી.ચિદમ્બરમે ત્રણ ટ્વીટ પર પોતાના મંતવ્યો વ્યકત કર્યા હતાં. તેમણે પોતાના પહેલા ટ્વીટમાં લખ્યુ કે આપણે હિન્દીભાષી લોકો સાથે ખુશી મનાવીએ છીએ, જેઓ આજે હિન્દી દિવસ ઉજવી રહ્યા છે, તામિલભાષી લોકો પર કાનૂની રૃપે ગર્વ છે કે તામિલભાષા ભારતની સૌથી પ્રાચીન ભાષાઓ પૈકીની એક ભાષા છે.

તેમણે બીજા ટ્વીટમાં લખ્યુ તામિલનાડુના કેલાડી ક્ષેત્રમાં પુરાતત્ત્વ વિભાગના ખોદકામ દરમિયાન ૨૬૦૦ વર્ષ જુના તામિલ સત્યતાના પુરાવા મળ્યા છે.

ગયા વર્ષે હિન્દી દિવસની ઉજવણી દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સૌથી વધુ બોલાતી અને સમજાતી હિન્દી ભાષા જ રાષ્ટ્રને એકજૂથ કરે છે તે પછી તામિલનાડુ સહિત દક્ષિણ ભારતના રાજયોમાંથી તીખી પ્રતિક્રિયાઓ આવી હતી.

ચિદમ્બરમે એક વધુ ટ્વીટ કરીને લખ્યુ કે કેન્દ્ર સરકાર વાસ્તવમાં ભારતની અધિકૃત ભાષા હિન્દી અને અંગ્રેજી બન્નેને ને સમાન મહત્ત્વ આપતી હોય, તો કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ હિન્દી અને અંગ્રેજી બન્ને જાણતા હોય, તેવા દ્વિભાષી હોય, તેવી વ્યવસ્થા કરે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી રાષ્ટ્રીય શિક્ષિણનીતિમાં ધોરણ ૫ સુધી માતૃભાષા અથવા ક્ષેત્રિય ભાષામાં રિવ્યુ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

close
Ank Bandh
close
PPE Kit