Advertisement
Author: નોબત સમાચાર

ક્રૂડના ભાવમાં કડાકો બોલતા શેરબજારમાં તેજીઃ સેન્સેકસમાં ૨૧૫૦ પોઈન્ટથી વધુ ઉછાળો

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૫: અમેરિકી ચૂંટણીમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા વૈશ્વિક બજારોમાં તેજી આવી. ગુરૂવારે ભારતીય શેરબજારોમાં પણ રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો. સેન્સેકસ ૨૧૫૦ થી વધુ પોઈન્ટ વધીને ૭૯૩૦૦ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો. જ્યારે નિફટી ૬૦૦ પોઈન્ટના સુધારા સાથે ૨૪૫૬૩ની ઉચ્ચતમ સપાટીને વટાવી ગયો હતો. અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો જાહેર થતાંની સાથે જ વિશ્વભરના શેરબજારોમાં હકારાત્મક મોજું ફરી વળ્યું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના પરાજય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની ૭ ડોલરથી વધુ કિંમતોમાં થયેલા કડાકાના કારણે ગુરૂવારે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં રોકેટ સરખી તેજી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એકસચેંજના ૫૦ શેરોવાળા નિફટી ઈન્ડેકસમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh