જોડીયા તાલુકામાં ખેડૂતોને પાક વીમાની રકમ ચૂકવવા માંગણી

જોડીયા તા. ૧૨ઃ જોડીયા તાલુકામાં તા. ૩૧-૭-૧૯ પહેલા ભારતી એકસા વિમા કંપની દ્વારા દરેક ગામમાં પાક વીમા અંગે સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં ગ્રામ સેવક તથા વીમા કંપની અધિકારી દ્વારા મગફળીના તથા કપાસના પાકની વાવણી તા. ૩૧-૭-૧૯ થઈ ન હોય તો વીમા પોલીસી સરન્ડર કરી ૨૫ ટકા નુકસાનીનું વળતર મળવા પત્ર હોવાનું જણાવ્યું હતું.

ખેડૂતોએ ૨૫ ટકા વળતર માટે સહમતી દર્શાવી હતી. નુકસાનીનું વળતર દિવાળી પહેલા મળી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ આજ સુધી આ ૨૫ ટકા વળતર પણ વીમા કંપની તરફથી મળ્યું નથી.

આથી જોડીયા તાલુકાના ખેડૂતોએ તેમને મળવાપાત્ર નુકસાનીનું વળતર સત્વરે ચૂકવી આપવા માંગણી કરી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit