જામનગરથી પસાર થતી ટ્રેનોનો રૃટ બદલાશે

જામનગર તા. ૧૪ઃ અજમેર, જયપુર રેલવે ડિવિઝનમાં ડબલીંગ કામગીરીના કારણે જામનગરથી પસાર થતી ટ્રેનો અન્ય રૃટ ઉપરથી ચલાવવામાં આવશે.

જેમાં તા. ૨૦, ૨૧ ફેબ્રુઆરીની પોરબંદર-મુઝફફરપુર વાયા અમદાવાદ, આણંદ, ગોધરા, રતલામ, સવાઈ માધોપુર, ગંગાપુર દિલ્હીથી દોડાવાશે. તેવી જ રીતે વળતા આ ટ્રેન તા. ૨૩, ૨૪ ના બદલાયેલા રૃટ ઉપરથી દોડશે.

તથા તા. ૧૫, ૧૮ અને ૨૨ ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેને પણ અમદાવાદ, ગોધરા, રતલામ, સવાઈ માધોપુર, ગંગાપુરથી અને દિલ્હીથી ચાલશે. તેમજ તા. ૨૪ના દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર ટ્રેન દિલ્હી-ગંગાપુર, સવાઈ માધોપુર, રતલામ, ગોધરા અમદાવાદથી આવશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit