Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સત્યનારાયણ મંદિર રોડ પર ટોઈંગ કરેલ કાર ફસાતા સર્જાયો ટ્રાફિક જામ

                                                                                                                                                                                                      

જામનગરમાં પોલીસ દ્વારા ટોંઇગ કરી લઇ જવામાં આવી રહેલ કાર સત્યનારાયણ મંદિર રોડ પર ટોઇંગ વેનથી છૂટી પડતા રસ્તા વચ્ચોવચ ફસાઇ ગઇ હતી. આકાશગંગા એપાર્ટમેન્ટ પાસે કાર ફસાતા હવાઇ ચોક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. કારમાં થયેલ કથિત નુકસાની મુદ્દે કાર માલિક અને પોલીસ વચ્ચે રકઝક પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજે શ્રાવણ મહિનાની અમાસ હોય સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી હજારેશ્વર મહાદેવ મંદિર વગેરે શિવાલયોમાં પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી તે દરમ્યાન આ ઘટનાથી ટ્રાકિક જામ થતા દેકારો બોલી ગયો હતો અને આખરે કાર  ચાલુ કરી ડ્રાઇવ કરીને સાઇડમાં લઇ જઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh