| | |

ગરમી વધતા હાલારીઓ હેરાનઃ નગરના નભમાંથી અગનવર્ષાઃ મહત્તમ તા૫માન ૩૯.પ ડીગ્રી નોંધાયું

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેથી હાલારવાસીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે. જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન તાપમાન ૩૯.પ ડીગ્રી જ્યારે એક ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ર૪.પ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે બપોરના સમયે નભમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવી કાળઝાળ ગરમીથી જનતા ત્રાહિમામ્ પોકારી ઊઠી હતી, પરંતુ રાત્રે ઠંડા વાયરાઓના કારણે લોકોને હાશકારો થયો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૪૦ કિ.મી.ની રહેવા પામી હતી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit