માસ્ક પહેર્યા વગર રખડતા શખ્સો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો પ્રારંભ

જામનગર તા. ૨૧ઃ જામનગર શહેર તેમજ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ખાળવા માટે તંત્રએ શરૃ કરેલી કવાયત દરમ્યાન ગઈકાલે પોલીસે જુદાજુદા સ્થળોએ ચેકીંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનો કરાતો ભંગ તેમજ માસ્ક પહેર્યા વગર જતાં શખ્સોને પકડી કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે.

જામનગર સહિત રાજયભરમાં કોરોનાનો કહેર વધ્યાના ચોંકાવનારા અહેવાલના પગલે રાજય સરકારે મુખ્ય શહેર એવા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફયુ લાદવાની ફરજ પડી છે ત્યારે જામનગરમાં પણ આ પ્રકારના કડક પગલાં ભરવા પડે તેવી પરિસ્થિતિ ધીમેધીમે સર્જાઈ રહી છે તેથી પોલીસે શહેરભરમાં કડક ચેકીંગનો પ્રારંભ કર્યો છે.

ગઈકાલે શહેરમાં હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં જી.જી. હોસ્પિટલ સામે આવેલી શિવમ્ હોટલમાં ગ્રાહકોની ભીડ જોવા મળતા પોલીસે તે હોટલના કર્મચારી ગુલામહુશેન હાજી ચૌહાણ સામે સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરાવવા અંગેનો ગુન્હો નોંધ્યો છે. જયારે નાગનાથ નાકા પાસે આવેલી કનૈયા માલધારી નામની ચા ની હોટલેે પણ તેના સંચાલક આરીફ જુસબ કકલે ગ્રાહકોની ભીડ જમાવી હતી.

નગરના ખોડિયાર કોલોની વિસ્તારમાંથી ગઈકાલે પસાર થતાં સોહિલ ઉમરભાઈ રાઠોડ, વિજય મારખીભાઈ આહિર, મુકેશ ગીરધરલાલ બારોટ, મુકેશ સુરેશભાઈ વ્યાસ નામના ચાર વ્યકિત માસ્ક પહેર્યા વગર મળી આવ્યા હતાં. જયારે એમપી શાહ મેડીકલ કોલેજ પાસેથી આમીન સુલેમાન બુચડ, કાલાવડમાંથી રોહિત પરસોત્તમભાઈ ગોહેલ, મહમદહુશેન ઈકબાલ પારેખ, જામજોધપુરમાંથી દિપુ વાલાભાઈ જામ માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા અને શેઠવડાળામાં અજમલ પથુભાઈ દેવીપુજક અને કાલાવડના મકરાણી સણોસરા ગામમાં અલ્પેશ હરસુખભાઈ કોળી નામના વ્યકિત કારણવગર આંટા મારતા મળી આવ્યા હતાં.

ધ્રોલના ત્રિકોણબાગ પાસેથી મહેશ રામજીભાઈ સોલંકી પોતાની જીજે-૩-એચ.આર-૨૭૩૬ નંબરની મોટરમાં અને કાલાવડના નિકાવા પાસેથી ઈમરાન ઈકબાલ પારેખ પોતાની જીજે-૩-એવી-૪૬૬૯ નંબરની મોટરમાં વધુ મુસાફર બેસાડતા ઝડપાઈ ગયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit