Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
''ઈબોલા'' વાયરસના વર્તમાન પ્રકોપ સામે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે ઈબોલા વાયરસનો વર્તમાન પ્રકોપ કોંગો અને યુગાન્ડામાં સૌથી ગંભીર છે. આ દેશોમાં સૈંકડો કેસ નોંધાયા છે અને અનેક મૃત્યુ થયા છે. ડબલ્યુએચઓએ તેને જાગતિક આરોગ્ય આપત્તિ જાહેર કરી છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાનું રક્ષણ કરવું અત્યંત જરૂરી છે.
ઈબોલા વાયરસનું મુખ્ય સ્ત્રોત ફ્રૂટ બેટ્સ છે. માનવમાં ચેપ પ્રાણીઓના લોહી, અંગો અથવા પ્રવાહી દ્વારા ફેલાય છે. એકવાર માનવમાં ચેપ ફેલાય પછી તે માનવથી માનવ સંપર્ક દ્વારા ઝડપથી ફેલાય છે લોહી, પસીનો, થૂંક, ઉલ્ટી, મૂત્ર, બીજાણુ પ્રવાહી અને સંપર્કિત વસ્તુઓ દ્વારા. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ ચેપની સાંકળને લાંબી બનાવે છે.
ડબલ્યુએચઓની સલાહ મુજબ ચેપગ્રસ્ત વ્યક્તિ કે પ્રવાહીનો સંપર્ક ટાળો, હાથ વારંવાર ધોવો, માસ્ક ગ્લોવ્સનો ઉપયોગ કરો, સુરક્ષિત અંતિમ સંસ્કાર કરો અને સંપર્ક પછી ૨૧ દિવસ સુધી આરોગ્ય પર નજર રાખો.
લક્ષણો ઓળખવા ખૂબ જ અગત્યનું છે. પ્રારંભિક લક્ષણોમાં તાવ, થાક, માથાનો દુખાવો, ગળાનો દુખાવો આવે છે. આગળ જઈને ઉલ્ટી, ડાયેરીયા, પેટમાં દુખાવો, ચામડી પર ચકામા દેખાય છે. ગંભીર અવસ્થામાં રક્તસ્ત્રાવ, સનેપાત અને ઓર્ગરન ફેલ્યોર થતું જોવા મળે છે.
આયુર્વેદ મુજબ ઈબોલા પિત્ત રક્ત દોષ અને ઓજસની ક્ષતિ સાથે જોડાયેલ છે. રોગની પેહલાની અવસ્થા માં જો રોગી ખોરાકનું પ્રમાણ ઓછું કરી પ્રવાહી (સૂંઠ વાળું પાણી, ષડંગ પાનિય, મુસ્ત જળ, સુગંધી વાળા વાળું પાણી), ગળેલા ચોખા, દાળ નું પાણી, વીગેરે ખોરાક લઈ શકે, ફાળો સામાન્ય રીતે આપી શકાય પણ કેળાં, ચીકુ જેવા ફાળો ને ટાળવા, દવામાં ગાળો, આમળા, તુલસી, હળદર જેવા દ્રવ્યોનો ઉપયોગ કરવો.. યોગ પ્રાણાયામ જેમ કે અનુલોમ વિલોમ અને કપાલભાતી જીવનશક્તિ વધારવામાં સહાયક છે.
પ્રોફિલેક્ટિક આયુર્વેદી ઉપચારમાં ગુડુચી આમળા, તુલસી કઢો, હરીતકી બિભીતકીનો ઉપયોગ શરીરને ચેપ સામે મજબૂત બનાવે છે. ઇન્દ્રીયવાદી વટી નો ઉપયોગ રોગ ના આઉટબ્રેક દરમ્યાન રોગ ને રોકવા માટે પ્રીવેન્ટીવ મેડિકેશપ્રોફાયલેટીક ટ્રીટમેન્ટ તરીકે વાપરવામાં આવે તો રોગ થવાની શક્યતા ઓછી કરી શકાય છે તેમ માનવામાં આવે છે. રાસાયન ચિકિત્સા થી શરીર ની ઇમ્યુન શક્તિ વધારવામાં મદદરૂપ છે
અંતિમ સંદેશઃ સાવચેતી જ શ્રેષ્ઠ ઉપચાર છે. ડબલ્યુએચઓની સલાહનું પાલન કરો, આયુર્વેદી પગલાં અપનાવો અને સમયસર તબીબી સલાહ લો.
આલેખનઃ ડૉ. નિશાંત શુકલ, જામનગર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial