એક કરોડથી વધુ કિંમતની યંત્ર સામગ્રી મુક્ત કરવા સેશન્સ કોર્ટે મંજુર કરી અપીલ

રાવલ તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેસન્સ કોર્ટે ગેરકાયદે બોક્સાઈટ ખનન મામલામાં રૃપિયા એક કરોડથી વધુ કિંમતની યંત્રસામગ્રી મુક્ત કરવાની અપીલ મંજુર કરી છે.

કલ્યાણપુર પોલીસ મારફત ગેરકાયદે બોક્સાઈટ ખનન બાબતે કેસ દાખલ કરી, યંત્રો તથા વાહનો કબજે કરવામાં આવ્યા હતાં, જેની કિંમત એક કરોડ સાડત્રીસ લાખ જેવી થાય છે. જે મુદ્દામાલ છોડાવવાની અરજી તળે ટ્રાયલ કોર્ટે શરત નં. ૧ થી એક કરોડ સાડત્રીસ લાખની બેંક ગેરન્ટી રજુ કરવા હુકમ કર્યો હતો અને શરત નં. ૬ થી તે બેંક ગેરન્ટી રજૂ થયા પછી મુદ્દામાલ છોડવા હુકમ કર્યો હતો. તેનાથી નારાજ થઈ અરજદારે દ્વારકા સેસન્સ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી. કોરોનાકાળમાં એક કરોડ સાડત્રીસ લાખ જેવી રકમ બેંકમાં રજૂ કરવા અસમર્થતા દર્શાવી શરત નં. ૧ તથા ૬ રદ્ કરવા અપીલ કરી હતી. જે અંગે બન્ને પક્ષોની દલીલ સાંભળી દ્વારકાના સેસન્સ જજ શ્રી પી.એચ. શેઠે અપીલ મંજુર કરી ટ્રાયલ કોર્ટે કરેલ હુકમના શરત નં. ૧ તથા ૬ રદ્ કરી દોઢી રકમના જામીન રજૂ કરવા અને એટલી જ રકમના જાત મુચરકા પર મુદ્દામાલ છોડવા હુકમ કર્યો હતો તેમજ સોલવન્સી રજૂ કરવા મુદ્ત આપવા પણ હુકમ કર્યો હતો. અરજદાર પક્ષે વકીલ તરીકે એમ.બી. ભોગાયતા, એસ.એન. ગોસ્વામી તથા એચ.પી. થાનકી રોકાયા હતાં.

close
Ank Bandh
close
PPE Kit