| | |

સંગચીરોડામાં ઝડપાયો જુગાર

જામનગર તા. ૨૨ઃ જામજોધપુરના સંગચીરોડા ગામમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાના કૂટતા ચાર શખ્સને પોલીસે પકડી પાડ્યા હતાં.

જામજોધ૫ુર તાલુકાના સંગચીરોડા ગામમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી પરથી શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ત્રાટક્યો હતો.

ત્યાંથી સ્ટ્રીટલાઈટના અજવાળે રોનપોલીશ રમી રહેલા રાણાભાઈ કારાભાઈ સોલંકી, ગોવિંદભાઈ ભીખાભાઈ સોલંકી, અરવિંદ પોલાભાઈ સોલંકી અને રામજી પાલાભાઈ સોલંકી નામના ચાર શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૃા. ૨૩૭૦ રોકડા કબજે કર્યા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit