દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયાઃ સત્તર ડિસ્ચાર્જ કરાયા

ખંભાળિયા તા. ૧પઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે કોરોનાના પાંચ નવા કેસ નોંધાયા છે. જેમાં ભાણવડમાં એક તથા દ્વારકા અને ખંભાળિયામાં બે-બે કેસ સામે આવ્યા છે, જ્યારે જિલ્લામાં દ્વારકાના આઠ, કલ્યાણપુરના બે તથા ખંભાળિયાના સાત મળી કુલ ૧૭ દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ભાણવડના મોડપર ગામના મધુ મેરામણ (ઉ.વ. ૩૬), દ્વારકાના ભગવાનજી પાંઉ (ઉ.વ. ૭૪), ખંભાળિયાના નરેન્દ્રભાઈ છોટાલાલ (ઉ.વ. પ૯), સલાયાના જલ્પેશભાઈ સોનગરા તથા દ્વારકાના જ્યોત્સનાબેન મજીઠિયા (ઉ.વ. ૪૬) ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

જિલ્લામાં પાંચ નવા કેસ આવ્યા છે, પણ કન્ટેન્ટમેન્ટ ઝોનની જાહેરાતમાં ભારે વિચિત્રતા જોવા મળી છે અને તંત્ર દ્વારા ૧૩ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આંકડાની સંતાકૂકડી

જિલ્લામાં પોઝિટિવ કેસના આંકડા સાચા જાહેર થતા નથી તેવી ચર્ચા જાગી છે. છેલ્લા ર૪ કલાકમાં જામનગરમાં સારવાર લઈ રહેલા દ્વારકાના એક તથા ખંભાળિયાના એક દર્દીના મરણ થયાનું જી.જી. સરકારી હોસ્પિટલમાં નોંધાયું છે, પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા આ બે મૃત્યુના આંકડા દર્શાવાયા નથી. સરકારી તંત્ર દ્વારા કોરોનાથી અત્યાર સુધીમાં માત્ર છ મૃત્યુ થયાનું દર્શાવાય છે.

close
Ank Bandh
close
PPE Kit