જામનગરની એજન્સીને દંડ ભરવા હુકમ

જામનગર તા. ર૯ઃ જામનગરની  એક ખાનગી એજન્સીએ કચ્છના નખત્રાણા નજીકના એક ગામમાં બોકસાઈટનો જથ્થો રાખ્યો હતો તેની તપાસ પ્રાંત અધિકારીએ કરી જથ્થો સીઝ કર્યા પછી આગળ વધેલી કાર્યવાહીમાં નગરની પેઢીને રૃપિયા ૪ર લાખનો દંડ ભરવા હુકમ થયો છે.

જામનગરના એક વણીક વેપારીની એજન્સી દ્વારા કચ્છના નખત્રાણા તાલુકાના લાખાદી ગામમાં ચાર હજાર ટનથી વધુ બોક્સાઈટનો જથ્થો રાખવામાં આવ્યો હતો. તે જથ્થા અંગે નખત્રાણાના પ્રાંત અધિકારી દ્વારા ચકાસણી કરવામાં આવતાં કંઈક ગેરરીતી હોવાનું બહાર આવતાં તે જથ્થો સીઝ કરાયો હતો.

તે પછી જામનગરની એજન્સીએ રોયલ્ટી ભરપાઈ કરવામાં આવી હોવાનું અને તે જથ્થો ગઢસીસા જેએમડીસી, દ્વારકા વગેરે સ્થળેથી લાવવામાં આવ્યો હોવાનું જણાવતાં તે દીશામાં તપાસ કરાતાં નગરની એજન્સીની વાત ખોટી હોવાનું જણાય આવ્યું હતું.

ઉપરોક્ત જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતાં પ્રાંત અધિકારીએ પંચનામું કરી તેનો અહેવાલ કચ્છ કલેકટરને સોંપ્યા પછી નગરની એજન્સીને સાંભળવાની તક આપી હતી. તેમાં પણ પુરાવા રજુ ન થઈ શકતાં આખરે કચ્છ કલેકટરે જામનગરની પેઢીને રૃપિયા ૪૨ લાખનો દંડ ફટકાર્યાે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ જે સ્થળે એટલે કે લાખાડી ગામની સીમમાં જ્યાં જથ્થો રાખવામાં આવ્યો હતો તે જમીન ખેતીની હતી તેને વહેંચાણથી લેવામાં આવ્યા પછી તે બાબતની ૭/૧૨માં હક્ક પત્રક નોંધ પડાવી ન હતી. તેથી શરત ભંગ અંગે પણ દંડ ફટકારવામાં આવ્યો છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit