જામજોધપુર મામલતદાર કચેરીમાં કથળતા વહીવટથી લોકો પરેશાન

જામજોધપુર તા. ૧૪ઃ જામજોધપુરની મામલતદાર કચેરીમાં કથળતા જતો વહીવટ ચર્ચામાં છે, છતાં ઉચ્ચ અધિકારીઓ મૌન શા માટે...? તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ઘણા સમયથી જામજોધપુરની મામલતદાર કચેરીમાં વહીવટ કથળી રહ્યો છે. અનેક કારણોસર આ કચેરી ચર્ચાસ્પદ બની છે. ઈ-ધારા તો જાણે ખાનગી માણસોના હવાલે છે.

આ કચેરીમાં અરજદારો સામે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવે છે. વહીવટ વગર કોઈ કામ થતા નથી. સામાન્ય માણસને ડરાવવા હોય તેમ જાહેર બોર્ડ લગાવાયા છે કે, અધિકારી સામે બોલશો તો આવો ગુન્હો બને છે. આ કલમ લાગુ પડે છે, તો અધિકારી મનફાવે તેમ બફાટ કરે છે તેનું શું...? ઉચ્ચ અધિકારીઓ આ કચેરીના વહીવટથી વાકેફ છે છતાં કેમ મૌન છે...? શું તેમની આ બાબતે મૂક સહમતી છે...? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit