તુર્કીના એક હજાર ગર્લફ્રેન્ડ ધરાવતા ઈસ્લામિક પ્રચારકને ૧૦૭પ વર્ષની સજા!

અંકારા તા. ૧૩ઃ તુર્કીની એક અદાલતે સોમવારે ઈસ્લામિક પ્રચારક અને લેખક અદનાન ઓક્તારને અલગ-અલગ ગુનાઓ હેઠળ ૧૦૭પ વર્ષની સજા સંભળાવી હતી. સામાજિક તત્ત્વોની ગેંગ, કૌભાંડો કરવા અને મહિલાઓનું શારીરિક શોષણ કરવા સહિત અનેક ગુનાઓમાં દોષી જાહેર કરાયેલા ઈસ્લામિક પ્રચારકની ર૦૧૮ માં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે દેશભરમાં તેના અનેક સમર્થકોને પણ જેલભેગા કરવામાં આવ્યા હતાં.

અદનાન તુર્કીમાં લોકોને કટ્ટરપંથી મત વિશે ઉપદેશ આપતો હતો અને મહિલાઓને બિલ્લીઓ કરીને સંબોધતો હતો. તેને સંભળાવવામાં આવેલી સજા સતત ચાલશે. તુર્કીના ઈસ્લામિક પ્રચારકે તમામ આરોપોને ખોટા ગણાવી મુક્તિની માંગ કરી હતી. તે પોતાની એક ટીવી ચેનલ ચલાવતો હતો. જેની પર ઈસ્લામિક વિષયો પર શો કરતો. સ્થાનિક મીડિયા મુજબ શો દરમિયાન અદનાન યુવતીઓ સાથે કરેલા ડાન્સનું પ્રસારણ પણ કર્યું હતું. જેમાં યુવતીઓ અર્ધનગ્ન હતી. તુર્કી કોર્ટ દ્વારા અદનાનની મુખ્ય ટીમને પણ વર્ષોની જેલ સજા સંભળાવામાં આવી હતી.

આ પહેલા ડિસેમ્બરમાં ટ્રાયલ દરમિયાન અદનાને ખુલાસો કર્યો હતો કે તેની ૧૦૦૦ ગર્લફ્રેન્ડ હતી. તે પોતાને અસાધારણ અને શક્તિશાળી પુરુષ ગણાવતો હતો. પોલીસ તપાસ દરમિયાન ઈસ્લામિક પ્રચારકના ઘરેથી ૬૯ હજાર ગર્ભનિરોધક ગોળી જપ્ત કરાઈ હતી. સુનાવણી દરમિયાન એક પીડિતાનું કહેવું હતું કે અદનાને તેની અને અન્ય મહિલાઓનું અનેકવાર શારીરિક શોષણ કર્યું હતું. કેટલીક મહિલાઓ પર તેણે બળાત્કાર ગુજાર્યો હતો અને મહિલાઓને ગર્ભનિરોધક ગોળી લેવા મજબૂર કરતો હતો.

close
Ank Bandh 26 January
close
PPE Kit