જામ્યુકો દ્વારા ટેન્કર દ્વારા થતા પાણીના વિતરણમાં ભ્રષ્ટાચારઃ તપાસની માંગ

જામનગર તા. ૧૨ઃ જામનગર મહાપાલિકા દ્વારા અમૂક વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ કરવામાં આવે છે. તેમાં ભ્રષ્ટાચાર આચરાતો હોય તે અંગે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજુઆત કરવામાં આવી છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર ગોવિંદ રાઠોડે આ રજુઆતમાં જણાવ્યું છે કે ટેન્કર માટે શરતોને આધીન કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.

જે-તે વિસ્તારમાં ટેન્કર ખાલી કરતા સમયે સ્થાનિક રહેવાસીઓને તેમજ સ્થાનિક કોર્પોરેટરની સહીઓ લેવી જરૃરી છે. ટેન્કરની કેપેસીટી પ્રમાણે ફેરા થઈ રહ્યા છે તેની ખરાઈ પણ જરૃરી છે.

હાલમાં વિતરણના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જે ટેન્કર મારફત પાણી વિતરણ થયું નથી તેના પણ બીલો બનાવવામાં આવ્યા છે. તેઓ આક્ષેપ પણ આ રજુઆતમાં કરવામાં આવ્યો છે. આ બાબતે તપાસ કરાવવી જોઈએ અને જો કોઈ કસુરવાર જણાય તો તેની સામે પગલાં લેવા જોઈએ.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit