કુરંગા પાસે રોડ ક્રોસ કરતી ભેંસોને હડફેટે ચઢાવી મોટરચાલક નાઠો: ઈજા પામેલી બે ભેંસના થયા મૃત્યુઃ

જામનગર તા. ૨૧ઃ દ્વારકાના કુરંગા ગામ પાસે રોડ ક્રોસ કરતી ભેંસોને એક મોટરે ઠોકરે ચઢાવતા બે ભેંસના ઈજા થવાથી મૃત્યુ નિપજયાં હતાં. અકસ્માત સર્જી મોટરચાલક પલાયન થઈ ગયો હતો તેની પોલીસે શોધ આરંભી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના સુઈનેશ વાડી વિસ્તારમાં રહેતાં કાનાભાઈ રામદેભાઈ ગઢવી ગુરૃવારે સાંજે કુરંગા ગામના નવા પુલ પાસેથી પોતાની ભેંસો લઈને જતાં હતા ત્યારે અચાનક જ જીજે.૧૦-બીજી-૩૮૮૮ નંબરની મોટર ધસી આવી હતી.

તે મોટરના ચાલકે રોડ ક્રોસ કરી રહેલી ભેંસોને હડફેટે લીધી હતી જેેમાં બે ભેંસને વધુ ઈજા થતાં બન્નેના સ્થળ પર જ તરફડીને મૃત્યુ થયા હતાં. અકસ્માત સર્જી મોટરનો ચાલક પુરપાટ ઝડપે નાસી છૂટ્યો હતો. કાનાભાઈએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૨૭૯ તથા એમવી એકટની કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Ank Bandh
close
PPE Kit