સ્કૂટરની ઠોકરે ચઢી ગયેલા સાયકલસવાર વૃદ્ધનું સારવારમાં મૃત્યુ

જામનગર તા. ૧૪ઃ જામનગરના ગુલાબનગર પાસેના ઓવરબ્રીજ પર ગયા રવિવારે સાયકલસવાર વુદ્ધને એક્ટીવા સ્કૂટરે ઠોકર મારી હતી. ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના જુના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસની શેરી નં. ૧/એ માં રહેતો મુકેશભાઈ સોમાભાઈ સાગઠીયાના પિતા સોમાભાઈ (ઉ.વ. ૬૦) નામના વૃદ્ધ ગઈ તા. ૯ની સાંજે પોતાની સાયકલ પર ગુલાબનગર નજીકના ઓવરબ્રીજ પરથી પસાર થતા હતાં ત્યારે પૂરપાટ ધસી આવેલા જીજે-૩૭-એ-૪૨૭૭ નંબરના કાળા રંગના એક્ટીવા સ્કૂટરના ચાલકે તેઓને ઠોકર મારી હતી.

આ અકસ્માતમાં સોમાભાઈને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં પણ ઈજા પહોંચી હતી. આ વૃદ્ધને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેઓનું ગઈકાલે રાત્રે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મુકેશભાઈની ફરિયાદ પરથી એક્ટીવાના ચાલક સામે આઈપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૩૩૭, ૩૩૮, એમવી એક્ટની કલમ ૧૧૭, ૧૮૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit