સરકારના વિવિધ વિભાગોમાં રોકાય ગયેલી ભરતીની પ્રક્રિયાઓ પુનઃ શરૃ કરવા રજૂઆત

જામનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર દ્વારા

જામનગર તા. ર૯ઃ સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા ૩-૪ વર્ષથી રાજય સરકારે સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈને કોઈ કારણોસર યોજી નથી. તેમાંય કેટલીક ભરતી પ્રક્રિયાઓ એવી છે કે જે ઘણાં મહિનાથી (અમુકમાં તો વરસોથી) તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં નિમણૂક આપવામાં આવી નથી.

કેટલીક સરકારી પરીક્ષાઓ માટેના નોટીફિકેશન લાંબા સમયથી જાહેર થઈ ચૂક્યા છે અને ભરતી માટેનો કાર્યક્રમ પણ જાહેર થઈ જવા છતાં સરકારની વિલંબ નીતિ-રીતિના કારણે પરીક્ષા લેવાની બાકી છે. સરકાર કોઈ નિશ્ચિત તારીખ જાહેર કરતી નથી.

ગુજરાતમાં હાલ અંદાજે ચાલીસ હજાર જેટલી જગ્યાઓ માટેની ભરતી અંગેની પ્રક્રિયા અલગ-અલગ તબક્કે અટકેલી પડી છ.ે જેના કારણે ગુજરાતના અંદાજે પંદર લાખ શિક્ષિત યુવા બેરોજગારો નોકરી વગર ટળવળે છે. શિક્ષિત યુવા ધનનું ભાવિ અધ્ધરતાલ છે. સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં સરકાર બેરોજગારો માટે કોઈ નક્કર અને ઝડપી કાર્યવાહી કરતી નથી.

આ સંજોગોમાં જામનગરના શિક્ષિત યુવા બેરોજગારોના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પાંચ માંગણીઓ રજૂ કરી છે.

જેમાં જે ભરતી પ્રક્રિયામાં માત્ર નિમણૂક આપવ૭ાની બાકી હોય તેમાં તાકીદે નિમણૂક આપી દેવામાં આવે. જેમાં શરતી નિમણૂંક પણ માન્ય રહેશે. જે ભરતીમાં પ્રાથમિક કે મુખ્ય પરીક્ષા, કોમ્પ્યુટર ટેસ્ટ, ઈન્ટરવ્યૂની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે તેના પરિણામો જાહેર કરવામાં આવે, તેમાં પણ શરતોને માન્ય રાખવામાં આવશે.

જે ભરતી માટેની જાહેરાત થઈ ચૂકી છે તેની પરીક્ષાની તારીખ જાહેર કરી પરીક્ષા લેવામાં આવે, સરકારના ૧-૮-ર૦૧૮ ના વિવાદીત જી.આર.નું બંધારણીય રીતે નિરાકરણ કરવામાં આવે તથા છેલ્લા ૪-પ વર્ષથી ભરતી અટકેલી પડી હોય તેમાં કેટલાય ઉમેદવારોની વયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી તેમને આગામી ભરતી પ્રક્રિયામાં છૂટછાટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

(તસ્વીરઃ પરેશ ફલિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit