Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈ-વે પર નદીમાં કાર ખાબકતા ચાર ગુજરાતીઓના મૃત્યુ

૭ યાત્રાળુ સવાર હતાઃ ૪ના મૃતદેહ મળ્યાઃ શોધખોળ ચાલુ

                                                                                                                                                                                                      

દહેરાદુન તા. ૫: ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના, ગંગોત્રી હાઈવે પર નદીમાં કાર ખાબકતા ૪ ગુજરાતીઓના મૃત્યુ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે.

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઇવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ગુરુવારે સવારે ગંગનાની નજીક એક ઈનોવા કાર અચાનક કંટ્રોલ ગુમાવી બેસતા ઊંડી ખીણમાં વહેતી ગંગા નદીમાં ખાબકી હતી. આ કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ સિવાય બે લોકો નદીના તેજ વહેણમાં લાપતા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ઈનોવા કારમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો ઉત્તરકાશીથી ગંગોત્રી ધામ તરફ દર્શન માટે જઈ રહૃાા હતા ત્યારે ગંગનાનીમાં ગરમકુંડથી આશરે ૨૦ મીટર આગળ ડબરાની તરફ આ દુર્ઘટના ઘટી હતી.

હાલ પ્રશાસન દ્વારા તમામ યાત્રીઓના નામ, સરનામા અને સત્તાવાર ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ ઉત્તરકાશીના જિલ્લાધિકારી પ્રશાંત આર્યના નિર્દેશ પર રાહત અને બચાવ ટુકડીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. સ્થાનિક પોલીસ, એસડીઆરએફ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યૂ ટીમે નદી કિનારેથી ચાર લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. નદીના સખત વહેણમાં ગુમ થયેલા લોકોની શોધખોળ માટે જળ પોલીસ અને ડાઇવર્સ (ગોતાખોર) સતત સર્ચ ઓપરેશન ચલાવી રહૃાા છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનેરાથી એનડીઆરએફની ૨૭ સભ્યોની ટીમ પણ સ્થળ પર રવાના કરવામાં આવી છે. આ ઘટના પછી સ્થાનિક આપદા પ્રબંધન કેન્દ્ર અને મેડિકલ ટીમને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, જેથી કોઈપણ ઘાયલ વ્યક્તિ મળે ત્યારે તેને તાત્કાલિક યોગ્ય સારવાર આપી શકાય.

પ્રશાસનિક સ્તરે સમગ્ર ઘટના પર સતત નજર રાખવામાં આવી રહી છે. કાર અનિયંત્રિત થઈને નદીમાં કેવી રીતે ખાબકી તે અંગે અકસ્માતના સાચા કારણો જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh