સરેરાહ રાષ્ટ્રધ્વજ બેચને કો મજબૂર હૈ, યહ બચ્ચા હમારે ગણતંત્ર સે બહુત દૂર હૈ

સોશ્યલ મિડીયાના ફોરજી યુગમાં આપણી સંવેદનાઓ માત્ર પ્રાસંગિક થઈને રહી ગઈ છે. મધર્સ-ડે કે ફાધર્સ-ડે પર લાઈક મેળવવા માટે આપણે માતા-પિતા સાથેનો ફોટો શેર કરીએ છીએ પછી આખું વર્ષ એમની સંભાળ લેવાની દરકાર કરતા નથી. આપણી દેશભક્તિ પણ હવે રાષ્ટ્રીય તહેવારોની મોહતાજ થઈ ગઈ હોય તેમ માત્ર સ્વાતંત્ર્યદિન  કે પ્રજાસત્તાક પર્વ પર આપણને દેશ પ્રત્યેની આપણી ફરજોની યાદ આવે છે. ભારત વિશ્વનો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીમાં શાસકો સેવકો હોય છે અને પ્રજા સર્વોપરી હોય છે. આ જ ભાવનાથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે પરંતુ છેલ્લા ૭ દાયકાથી પ્રજાસત્તાક પર્વ ઉજવતા હોવા છતાં દેશમાંથી ગરીબી દૂર થઈ નથી, બાળમજૂરીનું દૂષણ અટકતું નથી ત્યારે પ્રસ્તુત તસ્વીરમાં તિરંગો વેચી રહેલો ગરીબ બાળક એ વાતની સાબિતી આપી રહ્યો છે કે ભારતમાં હજી પણ છેવાડાના નાગરિક સુધી લોકશાહી પહોંચી નથી. (તસ્વીરઃનિર્મલ કારીયા)

close
Ank Bandh 26 January
close
PPE Kit