'લાઈફ સેવીંગ ટેકનોલોજી' ઈન્નર સાયન્સ ઓફ હ્યુમન બોડી અંગે સેમિનારનું આયોજન

જામનગર તા. ૧૪ઃ જામનગરની લાયન્સ ક્લબ ઈસ્ટના ઉપક્રમે લાયન્સના રિજીયન ચેરમેન એસ.કે.ગર્ગના માર્ગદર્શન હેઠળ તા. ૨૧-૨-૨૦૨૦ના દિને જામનગરનાી જનતા માટે આરોગ્ય વિષયક મહત્ત્વપૂર્ણ અને અનોખા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

'લાઈફ સેવીંગ ટેકનોલોજી' ઈન્નર સાયન્સ ઓફ હ્યુમન બોડી' વિષય પર આ સેમિનાર તા. ૨૧-૨-૨૦૨૦ના સાંજે ૫ વાગ્યે ધન્વન્તરિ ઓડીટોરીયમમાં યોજવામાં આવ્યો છે. ૨૦૧૯માં માનવતંત્રની રચના પર મળેલ નોબલ પ્રાઈઝ વિજ્ઞાન અને ભારતના પ્રાચીન યોગ વિજ્ઞાનના સમન્વય સાથેનો આ સેમિનાર લોક લાભાર્થે યોજાયો છે.

આજના આધુનિક અને સતત બદલાઈ રહેલ યુગમાં ટેકનોલોજીએ માનવને સુવિધાજનક જીવન પદ્ધતિ આપી છે. આ પૃથ્વી પર પહેલી વાર મનુષ્ય સૌથી વધારે સુવિધાજનક જીવન જીવી રહ્યો છે. આવું આ પૃથ્વી પર ક્યારેય સંભવ ન હતું. સો વર્ષ પહેલા જે સુવિધા રાજા-મહારાજા પાસે ન હતી તે સુવિધા આજે સામાન્ય માનવી પાસે છે. ટેકનોલોજીએ સુવિધાઓ તો ખૂબ આપી છે પરંતુ મનુષ્યની શાંતિ, સ્વાસ્થ્ય, ખુશી, આનંદ અને પ્રેમ છીનવાઈ ગયા છે. પહેલાના મનુષ્ય કરતા આજના મનુષ્ય પાસે સુવિધા વધારે છે પણ દુઃખની વાત એ છે કે પહેલા કરતાં આજનો મનુષ્ય વધારે બીમાર, દુઃખી અને અશાંત છે. આજના સમયમાં બીમારીઓ, તણાવ, અશાંતિ ખૂબ વધતી જાય છે. આનું કારણ શું છે? ક્યાક તો બુનિયાદી ભૂલ થઈ રહી છે?

બુનિયાદી ભૂલ એ છે કે માનવ બહારના વાતાવરણને અને ચીજ વસ્તુઓને વ્યવસ્થિત કરવાની પૂરી કોશિષ કરે છે પણ માનવ તંત્રની રચનાને સમજીને વ્યવસ્થિત કરવા તરફ ધ્યાન નથી આપ્યું. માનવતંત્ર આ ધરતીનું સૌથી જટિલ અને પરિષ્કૃત ભૌતિકરૃપ છે. માનવતંત્ર પર થોડું ધ્યાન આપવામાં આવે અને આ તંત્રને રૃપાંતરિત કરવા માટેની જરૃરી સમજ, જાગૃતતા અને ક્ષમતા હોય તો માનવી સંપૂર્ણ સ્વાસ્થ્ય, શાંતિ, ખુશી, આનંદ અને પ્રેમનો અનુભવ કરી શકે છે.

આ વિષય પર ખૂબ જ અધ્યયન કરીને સ્વાસ્થ્ય પ્રશિક્ષક અશોક પટેલ માનવ તંત્રને ગહેરાઈથી સમજવા માટે ભારતીય પ્રાચીન યોગ વિજ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો સહારો લઈને જીવનને રૃપાંતરિત કરી મનુષ્ય સ્વાસ્થ્ય, આનંદ, પ્રેમ પામી શકે તેવા હેતુસર વર્ષોથી કાર્ય કરી રહ્યા છે. અશોક પટેલ (રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ઓફ કોમ્પ્લીમેન્ટરી હેલ્થ સાયન્સ) (વીયેટનામ સરકાર) અને ઓપન ઈન્ટરનેશનલ યુનિવર્સિટી (કોલમ્બો) દ્વારા પ્રમાણિત પ્રશિક્ષક છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit