Advertisement
Author: નોબત સમાચાર

ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધા સાથે ઝઘડા પછી કરાઈ બોલાચાલી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરના બાઈની વાડી વિસ્તારમાં આંબેડકરવાસમાં એક વૃદ્ધાએ પોતાના ઘર પાસે ગાળો બોલવાની એક શખ્સને ના પાડતા માથાકૂટ થઈ હતી. એક મહિલા સહિત ત્રણ વ્યક્તિએ ગાળો ભાંડી ઝપાઝપી કરવા ઉપરાંત એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના બાઈની વાડી વિસ્તારમાં આવેલા ચૂનાના ભઠ્ઠા નજીક આંબેડકરવાસમાં રહેતા દેવીબેન મુળજીભાઈ સોલંકી નામના વૃદ્ધા ગઈકાલે રાત્રે પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે હરીશ ભટ્ટી નામનો શખ્સ ત્યાં ગાળો બોલતો હતો તેને દેવીબેને ગાળો બોલવાની ના પાડી હતી. તેથી હરીશે આ વૃદ્ધાને ગાળો ભાંડી હતી. તે પછી દેવીબેનના ભત્રીજી રતનબેન ત્યાંથી નીકળતા હરીશે તેમને પણ ગાળો ભાંડી હતી.

આ વેળાએ ઝપાઝપી થતાં હરીશની સાથે ખીમજી ભટ્ટી, નાગલબેન ભટ્ટીએ ઝપાઝપી કરી હતી. અલ્પાબેન તથા કમલેશભાઈ વચ્ચે પડતા તેઓને પણ માર મારવામાં આવ્યો હતો. હરીશે મારી નાખવાની ધમકી આપી હતી. દેવીબેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh