જામનગરની યુવતીને ત્રાસ આપવા અંગે સાસરીયાઓ સામે પોલીસમાં કરાઈ ફરિયાદ

જામનગર તા. ૧૪ઃ જામનગરના એક યુવતીના લગ્ન લાલપુર તાલુકામાં થયા પછી નાની-નાની બાબતોમાં પતિ, સાસુ, નણંદે ત્રાસ આપી મારકૂટ કરતા આ યુવતીએ પોલીસનું શરણું લીધું છે.

જામનગરના રામેશ્વનગર વિસ્તાર પાછળ આવેલા નિર્મળનગરમાં રહેતા હર્ષાબા દિલીપસિંહ ચાવડા (ઉ.વ. ૨૫) ના લગ્ન લાલપુર તાલુકાના હરીપર ગામના દેવેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા સાથે થયા પછી એકાદ મહિના સુધી સારી રીતે રાખી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.

આ પરિણીતાને નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી, ગાળો ભાંડી પતિ દેવેન્દ્રસિંહ, સાસુ ભારતીબા તથા નણંદ જ્યોતિબા જયેન્દ્રસિંહે મારકૂટ પણ શરૃ કરી હતી. રોજેરોજના ત્રાસથી કંટાળી ગયેલા હર્ષાબાએ માવતરે પરત આવ્યા પછી ગઈકાલે જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પતિ, સાસુ, નણંદની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit