અનલોક-૧માં દ્વારકાધીશ મંદિરના ધ્વજાજી મનોરથીઓના ઉત્સાહમાં વધારો

દ્વારકા તા. ૨૯ઃ લોકડાઉનના લાંબા સમયગાળા પછી અનલોક-૧માં દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થીઓ માટે ખુલી ગયા છે. આ સાથે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવાના મનોરથી ભક્તોમાં પણ ઉત્સાહ વધ્યો છે.

દ્વારકાધીશજીના મંદિરમાં શ્રીજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. મંદિરના શિખર પર દરરોજની પાંચ ધ્વજાજીના મનોરથ થાય છે. લોકડાઉનમાં અનેક ભાવિકોએ તેમણે બુક કરાવેલ તારીખે તેમના પંડાઓ મારફત ધ્વજારોહણના પ્રસંગ સંપન્ન કર્યા હતા અને ઘરે બેસીને જ પૂજા-અર્ચન કર્યા હતા તો કેટલાક ભાવિકોએ સરકારના આદેશ અનુસાર મર્યાદિત સંખ્યામાં આવીને પ્રસંગ ઉજવ્યો હતો.

હવે ધ્વજાજીના મનોરથીઓની માંગ વધી રહી છે અને ગુગળી જ્ઞાતિના કાર્યાલયમાં બુકીંગ માટે સતત પૂછપરછ ચાલી રહી છે. જો કે હજી પણ મર્યાદિત સંખ્યા, શોભાયાત્રા પર પ્રતિબંધ અને અન્ય નિયમોનો અમલ ચાલુ જ છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ ધ્વજાજીનો મનોરથ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી રહ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit