| | |

કોરોનાની સ્થિતિને પહોંચી વળવામાં લાંબો સમય લાગશેઃ ડબલ્યુએચઓ

જીનીવા તા. રરઃ વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવી ચેતવણી આપી છે કે કેટલીક દવાઓની સાઈડ ઈફેક્ટ થતી હોવાથી તેનો ઉપયોગ ક્લિનિકલ ટ્રાયલ પૂરતો જ થવો જોઈએ. કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે હજુ વધુ સમય થવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઈમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડો. માઈક રેયાને કહ્યું કે હાઈડ્રોકિસક્લોરોક્વિન કે ક્લોરોક્વિનનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ પૂરતો થવો જોઈએ. આ બન્ને દવાનો ઉપયોગ ઘણી બીમારીની સારવારમાં થઈ રહ્યો છે. એ કોરોનાની સારવાર માટે પણ અસરકારક સાબિત થઈ છે, પરંતુ સાઈડ ઈફેક્ટને જોતા એનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ માટે થવો જોઈએ. ડો. રેયાને કહ્યું કે ઘણાં દેશોમાં આ દવાનો ઉપયોગ મર્યાદિત કરી દેવાયો છે. એને મેડિકલ એક્સપર્ટની દેખરેખમાં માત્ર કોરોનાની હોસ્પિટલમાં ઉપયોગ થઈ રહ્યો છે.

જો કે દરેક દેશની ઓથોરિટીનું કામ છે કે આ દવાનો ઉપયોગ કરવો કે ન કરવો એનું મૂલ્યાંકન કરવામાં આવે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિયેસના કહેવા મુજબ વિશ્વમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે લાંબો રસ્તો કાપવાનો છે. તેઓએ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશો વિશે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે છેલ્લા ર૪ કલાકમાં ૧ લાખ ૬ હજાર નવા કેસ નોંધાયા છે. એમાંથી ચાર દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit