ઈસરો તારીખ રપમી નવેમ્બરે અમેરિકી સેટેલાઈટો સાથે કાર્ટાેસેટ-૩ લોન્ચ કરશે

ચેન્નાઈ તા. ૧૯ઃ ઈસરો તા. રપ મી નવેમ્બરે અમેરિકાના સેટેલાઈટો સાથે કાર્ટાેસેટ-૩ લોન્ચ કરશે. જે સૈન્ય સુરક્ષા માટે ઉપયોગમાં લેવાશે.

ઈસરો ચંદ્રયાન-ર લોન્ચ કર્યા બાદ હવે નવા અભિયાન માટેની તૈયારી કરી રહ્યું છે. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી રપ નવેમ્બરની સવારે ૯.ર૮ વાગ્યે એડવાન્સ્ડ રિમોટ સેન્સિંગ સેટેલાઈટ કોર્ટાેસેટ-૩ રજુ કરવાની યોજના છે.

સ્પેસ એજન્સીના સુત્રોના જણાવ્યું હતું કે ઈસરોનું લોન્ચિંગ વ્હિકલ પીએસએલવી-સી૪૭ કાર્ટાેસેટ-૩ને અંતરિક્ષમાં પ૦૯ કિમી અંતરે ભ્રમણ કક્ષામાં ૧૩ નાના કોમર્શિયલ ઉપગ્રહ પણ મોકલવામાં આવશે. જાણકારી પ્રમાણે તેનો ઉપયોગ હવામાનની જાણકારી અને અન્ય સૈન્ટ સુરક્ષા માટે કરવામાં આવશે.

કાર્ટાેસેટ-૩નો વજન આશરે ૧પ૦૦ કિલોગ્રામ છે. તે થર્ડ જનરેશનના એડવાન્સ્ડ હાઈ રિઝોલ્યુશનવાળા અર્થ ઈમેજીંગ સેટેલમાઈટ્સમાં પ્રથમ હરોળનું પૃથ્વીની કક્ષામાં તેને ૯૭.૫૦ ડિગ્રી ઝુકેલી સ્થિતિમાં સ્થાપિત કરવામાં આવશે. રર મી જુલાઈના રોજ ચંદ્રયાન-ર લોન્ચ કરવામાં આવ્યું હતું જો કે ૭ મી સપ્ટેમ્બરના રોજ તે ચંદ્રની સપાટી પર સોટ લેન્ડીંગ કરવામાં નિષ્ફળ રહી હતી. ઈસરોના પાછળના નિયમિત રીતે કામ કરનારા ઉપગ્રહ આરઆઈએસએટી-રબી હતો, જેને રરમી મેના રોજ લોન્ચ કરવામાં આવ્યો હતો.

close
Ank Bandh
close
PPE Kit