જામનગરમાં નેપાળી તરૃણીનો ગળાફાંસો

બનાવ અકસ્માતનો કે આત્મહત્યાનો?

જામનગર તા. ૧ઃ જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ રોડ પર પ્રગતિ પાર્કમાં ચોકીદારીનું કામ કરતા એક નેપાળી યુવાનની બાર વર્ષની પુત્રીનો મૃતદેહ તેની જ ઓરડીમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. આ તરૃણીએ આત્મહત્યા કરી છે કે અકસ્માતનો બનાવ છે તે બાબતની તપાસ શરૃ કરાઈ છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારથી મેહુલ નગર તરફ જવાના ૮૦ ફૂટના રોડ પર પ્રગતિ પાર્કમાં ચાલતા શ્લોક એપાર્ટમેન્ટના બાંધકામના સ્થળે ચોકીદાર માટે બાંધવામાં આવેલી ઓરડીમાં રહેતા મૂળ નેપાલના કમલભાઈ જોગેસભાઈ સોની નામના નેપાળી યુવાનની ૧૨ વર્ષની પુત્રી પુજા ગઈકાલે બપોરના સમયે પોતાની ઓરડીમાં હતી ત્યારે તેણીનો કોઈ અવાજ નહીં આવતા અંદાજે સાડા ચારેક વાગ્યે પિતા કમલભાઈ ઓરડીમાં તપાસ કરવા ગયા ત્યારે તેઓએ પુજાને ગળાફાંસો ખાધેલી લટકતી જોઈ હતી. ઉપરોક્ત દૃશ્ય નિહાળી પિતાએ તુરંત જ ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો દોડ્યો હતો. આ તરૃણીને નીચે ઉતારી ચકાસણી કરાતા તેણી મૃત્યુ પામેલી જણાઈ આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે ખસેડ્યો છે. માત્ર બાર વર્ષની અને ધો. ૬માં અભ્યાસ કરતી આ તરૃણીએ કોઈ કારણથી ગળાફાંસો ખાધો છે કે રમતા-રમતા અકસ્માતે તેણીને ફાંસો લાગી ગયો છે તે બાબતની પોલીસે તપાસ શરૃ કરી છે. વધુમાં જાણવા મળ્યા મુજબ નેપાળી કમલભાઈ ચોકીદારીનું કામ માટે આ એપાર્ટમેન્ટમાં બાંધવામાં આવેલી ઓરડીમાં રહી વસવાટ કરતા હતાં. તેઓને સંતાનમાં પુજા સહિત ચાર બાળકો છે. પોલીસે વિવિધ દિશાઓમાં તપાસના ઘોડા દોડાવ્યા છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit