રાજકોટમાં વડાપ્રધાન મોદીના હસ્તે માર્ચમાં એઈમ્સનું ખાતમુહૂર્ત થાય તેવા મળતા સંકેતો

રાજકોટ તા. ૧૪ઃ રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે એઈમ્સનું ખાતમુહૂર્ત હવે માર્ચમાં થાય, તેવા સંકેતો જણાય છે.

રાજકોટમાં એઈમ્સ પ્રોજેક્ટ માટે જામનગર રોડ પર ખંઢેરી પરાપીપળીયા ગામના સરકારી ખરાબામાં ર૦૦ એકર જમીન આરોગ્ય વિભાગે પસંદ કર્યા બાદ હવે આરોગ્ય વિભાગની ટેકનિકલ ટીમ આ જમીન પૈકીની ૩૯ એકર જમીનમાં પાણી ભરાવાની દહેશત જણાતા આ જમીન બદલી આપવા કલેક્ટર તંત્રને રિપોર્ટ કરતા હવે નવેસરથી જમીન ફાળવણીની પ્રક્રિયા શરૃ કરાઈ છે.

આથી હજુ પણ આ પ્રોજેક્ટને આગળ ધપવામાં વાર લાગે એવા એંધાણ દેખાઈ રહ્યાં છે. એઈમ્સની ફાળવણી થયા પછી જમીન ફાળવણીની પ્રક્રિયા છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે અને તેમાંથી ર૦૦ એકર જમીન ફાળવણી કરવામાં આવી હતી. જેનો કબજો પણ કેન્દ્રીય આરોગ્ય વિભાગને સોંપી દેવાયો હતો. એઈમ્સના નિર્માણ માટે લે આઉટ નકશા ડિઝાઈન ફાઈનલ કરી લેવાયા હતાં અને પછી હેલ્થ વિભાગની ટેકનિકલ ટીમને ર૦૦ એકર જમીન પૈકી ૩૯ એકર જમીનનો ટૂકડો નીચાણમાં આવતો હોવાથી પાણી ભરાવાની સતત દહેશત ખડી થઈ હતી. આથી આટલી જમીનનો ટૂકડો બદલી દેવા માટે કલેક્ટરના તંત્રને રિપોર્ટ કરાયો હતો.

હવે નવેસરથી જમીન ફાળવણીની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. એઈમ્સની જમીન ડીઝાઈન ફાયનલ થયા પછી આગામી માર્ચ માસમાં સંભવિત ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે થાય એવી ગતિવિધિ છે. 

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit