આજથી બાલાહનુમાન મંદિર બંધઃ અખંડ રામધૂન યથાવત

કોરાના મહામારીના કારણે તળાવની પાળ પર બિરાજમાન વિશ્વવિખ્યાત બાલા હનુમાનજી મંદિરને આજ થી બંધ કરી દેવામાં આવ્યું છે. શનિવારના દિવસે બાલા હનુમાનજીના દર્શનાર્થે લોકો વધુ સંખ્યામાં આવતાં હોય છે. ત્યારે આજ શનિવારથી બાલા હનુમાન મંદિર શ્રધ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યું છે. મંદિરમાં ચાલતી અખંડ રામધૂનને ચાલુ રાખવામાં આવી છે. જ્યારે આજે આ અખંડ રામધૂનને પ૬ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શ્રધ્ધાળુઓ નિત્ય ક્રમ મુજબ બાલાહનુમાનજીના બહારથી જ દર્શન કરી રહેલા ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે.                                                                  (તસ્વીરઃ નિર્મલ કારિયા)

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit