ઓખાના દરિયામાં ત્રણ બોટમાંથી ઝડપાયો ડીઝલનો ગેરકાયદે ચોંત્રીસો લીટર જથ્થો

દ્વારકા ડીવાયએસપીની સ્કવોડ ત્રાટકીઃ

ઓખા તા. ૨૧ઃ ઓખાના દરિયામાં માછીમારી માટે ગયેલી કુલ પૈકીની ત્રણ બોટમાંથી આજે દેવભૂમિ દ્વારકા ડીવાયએસપીની સ્કવોડે સત્તરેક બેરલમાં ભરેલો અને ગેરકાયદે મનાતો ડીઝલનો ૩૪૦૦ લીટર જેટલો જથ્થો કબ્જે કરી તપાસનો ધમધમાટ આદર્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપીની સ્કવોડ દ્વારા આજે હાથ ધરાયેલા પેટ્રોલીંગમાં સ્ટાફના રત્નાભાઈ અને અન્ય સ્ટાફને બાતમી મળી હતી કે ઓખાના દરિયામાં રહેલી કેટલીક બોટમાં ડીઝલનો ગેરકાયદે જથ્થો છે.

તે બાતમીના આધારે ઓખા પહોંચેલા ડીવાયએસપીની ટીમના પોલીસકર્મીઓએ ચેકીંગ શરૃ કરતા ત્રણ બોટમાંથી સતરેક જેટલા બેરલ મળી આવ્યા હતાં તેની તલાસી લેવાતા તેમાંથી અંદાજે ૩૪૦૦ લીટર જેટલો ડીઝલનો જથ્થો સાંપડ્યો હતો. આ જથ્થા અંગે પૂછપરછ હાથ ધરાતા બોટમાં રહેલા ખલાસીઓએ ગલ્લાતલ્લા કર્યા હતાં. તેથી વહેમાયેલી પોલીસે ડીઝલનો આ જથ્થો શક પડતી મિલકત તરીકે કબ્જે કર્યો છે અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

close
Ank Bandh
close
PPE Kit