સલાયાના સમુદ્રમાં જ ૪ વહાણોના પ૪ ખલાસીઓ 'બોટ ક્વોરેન્ટાઈન' હેઠળ

ખંભાળિયા તા. રપઃ સલાયાના સમુદ્રમાં વિદેશથી આવેલા ૪ વહાણોના પ૪ ખલાસીઓને બોટ ક્વોરેન્ટાઈન કરાયા છે. દરિયામાં જ ક્વોરેન્ટાઈન કરવાની ઘટના દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત બની છે.

દેવભૂમિ જિલ્લામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત દરિયામાં જ વિદેશથી આવતા વહાણોને ૧૪ દિવસ માટે રોકીને દરિયામાં જ તેમને ક્વોરેન્ટાઈન કરવાનું તંત્રએ નક્કી કરેલું તથા જિલ્લા કલેક્ટર ડો. નરેન્દ્રકુમાર મીના તથા જિ.પો. વડા રોહન આનંદ દ્વારા આ વ્યવસ્થા ગઈકાલથી જ શરૃ કરવામાં આવી છે. ગઈકાલે ચાર કાર્ગો વહાણો જે યુ.એ.ઈ.ના દેશોમાં મળેલા તે પ૪ ખલાસીઓ સાથે પરત આવતા સલાયાથી દૂર ૧૦ કિ.મી. દરિયામાં જ લંગર નાખીને આ ચારેય વહાણોને ત્યાં જ રાખીને પ૪ વ્યક્તિઓ તેમાં હતાં તેમને ત્યાં જ રખાયા છે. રોજ તેમનું ચેકીંગ થશે તથા તેમને જીવન જરૃરી ચીજો પણ ત્યાં જ બોટથી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.

હજુ ૧પ૦૦ વ્યક્તિઓ આવનાર છે

સલાયાના ર૦૦ ઉપરાંત કાર્ગો વહાણોને વિશ્વના અન્ય દેશોમાં ગયેલા છે તે પરત આવવાના શરૃ થયા છે. કુલ ર૦૦ જેટલા વહાણો આવવાના બાકી છે. જેમાંથી ચાર ગઈકાલે આવ્યા હતાં હજુ ૧પ૦૦ જેટલા વ્યક્તિ આવનાર હોય તંત્ર દ્વારા સમગ્ર ધ્યાન સલાયા પર જ કેન્દ્રિત કરાયું છે.

close
Nobat Subscription