ખેડૂતોના પ્રશ્ને આંખે પાટા બાંધીને અનોખો વિરોધ

ખંભાળિયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ને સરકાર સામે આંખે પાટા બાંધીને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત ૧૦૦ થી વધુ આગેવાનો જોડાયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ દ્વારા ગઈકાલે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમની આગેવાનીમાં ખેડૂતોના વિવિધ પ્રશ્ને આંખે પાટા બાંધીને આવેદનપત્ર આપીને અનોખો વિરોધ વ્યક્ત કર્યાે હતો.

તાજેતરમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં ખૂબ જ કમોસમી વરસાદ પડ્યો હોય, તેને કારણે વ્યાપક નુક્સાન થયું હોય તથા ખેડૂતોને થયેલા નુક્સાનની સહાય આપવા તથા તાકીદે લીલો દુકાળ જાહેર કરીને ૧૦૦ ટકા પાકવીમો ચૂકવવાની માંગ સાથે દ્વારકા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અનોખી રીતે આંખે પાટા બાંધીને આપવામાં આવ્યું હતું.

જિલ્લામાં ર૪ વર્ષમાં સહુથી વધુ બેરોજગારી હાલ પ્રવર્તતી હોય, રોજગારી માટે પગલાં લેવા ટ્રાફિકના નિયમના નામના કાળા કાયદા રદ કરવા તથા આર્થિક મંદિમાં ફસાયેલા નાના વેપારીઓ તથા ઉદ્યોગકારોને સહાય આપવા માંગ કરાઈ હતી.

૧૦૦ થી વધુ આગેવાનો ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, યાસીન ગજણ, એભાભાઈ કરમૂર, ભીખુભાઈ વારોતરીયા, સુભાષ પોપટ, કાંતિ નકુમ વિગેરે જોડાયા હતાં.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit