| | |

જામનગરમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટેન્સ, જાહેરમાં થૂંકવાના નિયમભંગ બદલ ૧૦પ લોકો દંડાયા

જામનગર તા. રરઃ જામનગર શહેરમાં ગઈકાલે જાહેરમાં થૂંકવા-માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવવા બદલ મહાનગરપાલિકાએ ૧૦પ લોકો પાસેથી રૃા. ૧૯,૬૦૦ ની દંડનીય વસૂલાત કરી હતી.

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને જાહેરમાં થૂંકવા અન્વયે જરૃરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તેનો ભંગ કરનાર સામે મહાનગરપાલિકા દ્વારકા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ગઈકાલે શહેરમાં જાહેરમાં સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવનારા નવ લોકો પાસેથી રૃા. ૧૮૦૦ ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે માસ્ક નહીં પહેરીને નિયમનું ઉલ્લંઘન કરનારા ૮૧ લોકો સામે દંડ ફટકારીને રૃા. ૧૪,૮૦૦ ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે જાહેરમાં થૂંકવા બદલ ૧પ લોકો પાસેથી રૃા. ૩૦૦૦ ની વસૂલાત કરવામાં આવી હતી. આમ ગઈકાલે કુલ ૧૦પ લોકો પાસેથી કુલ રૃા. ૧૯,૬૦૦ ની વસૂલાત દંડ સ્વરૃપે કરવામાં આવી હતી. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૮ર૭ કેસ અન્વયે રૃા. ૯,પ૯,રપ૦ ની વસૂલાત કરવામાં આવી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit