| | |

સલાયામાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાનો ખૂલી

સલાયા તા. રરઃ સલાયા ગામમાં લોકડાઉન-૪ નો અમલ શરૃ થયો છે. વોર્ડ નં. ૩ માં પ૦૦ પરિવારોની ૩૦૦૦ ની વસ્તી તા. ૩૧-પ-ર૦ર૦ સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેશે. બાકીના મુક્ત વિસ્તારમાં ઓડ-ઈવન પદ્ધતિનો અમલ શરૃ કરવામાં આવ્યો છે. જેમાં એકલ-દોકલ અને આજુબાજુની દુકાનો દરરોજ સવારે ૮ થી ૪ સુધી જ સરકારના નિયમ મુજબ ખૂલી રહે છે. માર્કેટ શોપીંગ કોમ્પલેક્ષ વિગેરે ગીચ વિસ્તારમાં ઓડ-ઈવન પદ્ધતિથી નગરપાલિકા દ્વારા દરેક દુકાને ૧ તથા ર એકી-બેકી નંબરો આપવામાં આવે છે. તે મુજબ એક નંબરની દુકાનો એકી તારીખે ખૂલશે જ્યારે બે નંબરની દુકાનો બેકી તારીખે સવારે ૮ થી બપોરે ૪ વાગ્યા સુધી ખૂલી રહેશે. આવશ્યક ચીજોની દુકાનોને આ ઓડ-ઈવન નિયમ લાગુ પડશે નહિં. નગરપાલિકાના ચીફ ઓફિસર શેખ તથા સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. ગઢવી નિયમનું ચુસ્ત પાલન કરાવી રહ્યાં છે. એસડીએમ ખંભાળીયા દ્વારા આ વ્યવસ્થા ઉપર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit