Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુ.રા. નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆત ફળીઃ
જામનગર તા. ૩: ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતને સફળતા સાપડી છે. શિક્ષકોને જુની પેન્શન યોજનામાં સમાવાશે તેવું જાહેર થયું છે.
ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતથી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકોને અગાઉની સેવા સળંગ ગણી જુની પેન્શન યોજનામાં સમાવેશ કરાશે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ર૪ માર્ચ ર૦ર૬ અને ૩૦ એપ્રિલ ર૦ર૬ ના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી એચ. ટાટ મુખ્ય શિક્ષક તરીકે સીધી ભરતીથી જોડાયેલ શિક્ષકો જેવો ૧-૪-ર૦૦પ પહેલા જિલ્લા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક હતાં કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો હતાં.
તેઓને સળંગ નોકરી ગણી તેમજ જુની પેન્શન યોજનામાં સમાવવાપાત્ર શિક્ષકોનેે જુની પેન્શન યોજનામાં સમાવવા શિક્ષણ વિભાગ દ્વારા ફાઈલ રજૂ કરી હતી, જેને નાણા વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવતા હવે જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સીધી ભરતીથી જોડાયેલ મુખ્ય શિક્ષકો/એચ. ટાટ પ્રિન્સિપાલને સળંગ નોકરી અને જુની પેન્શનના લાભો આપવા નિયામક ઓફિસર દ્વારા ૩૦ દિવસમાં જરૂરી દરખાસ્ત સરકારમાં રજૂ કરવામાં આવશે.
આમ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રજૂઆતને મહત્ત્વની સફળતા મળી હોવાનું પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા અને મહામંત્રી એચ.કે. દેસાઈ દ્વારા જાહેર કરાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial