સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફરેન્સમાંથી આપ્યું રાજીનામું

અલગાવવાદી નેતા

શ્રીનગર તા. ર૯ઃ જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ હુર્રિયત કોન્ફરેન્સમાંથી રાજીનામું આપી દીધું છે. ગીલાનીએ તેમના ઓડીયો સંદેશમાં જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિને જોતા મેં ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરેન્સમાંથી રાજીનામું આપ્યું છે. હુર્રિયતના તમામ ઘટક દળોને મેં આ અંગે માહિતી આપી દીધી છે. સૈયદ અલી શાહ ગીલાનીની ઉમર ૯૦ વર્ષની થઈ ચૂકી છે. તેઓ ઘણા સમયથી ઘરમાં જ નજરબંધ છે તથા છેલ્લા થોડા મહિનાથી તેમનું સ્વાસ્થ્ય પણ સારૃં નથી.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit