એસ.ટી. ડેપો પાસેથી સ્કૂટરમાં શરાબની ઝડપાઈ હેરાફેરી

જામનગર તા. ૨૫ઃ જામનગરના એસ.ટી. ડેપો રોડ પરથી ગઈકાલે રાત્રે પોલીસે સ્કૂટરમાં અંગ્રેજી શરાબની બોટલ લઈને જતા એક શખ્સની ધરપકડ કરી છે.

જામનગરના એસ.ટી. ડેપો રોડ પરથી ગઈકાલે રાત્રે પસાર થયેલા જીજે-૧૦-ડીબી-૧૧૧ નંબરના એક્સેસ સ્કૂટરને પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફે રોકાવી આ સ્કૂટરના ચાલક મચ્છર નગરવાળા છત્રપાલસિંહ રણજીતસિંહ જાડેજાની તલાસી લીધી હતી.

આ શખ્સના સ્કૂટરમાંથી પોલીસને અંગ્રેજી શરાબની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા સ્કૂટર કબજે કરી લઈ છત્રપાલસિંહ સામે ગુન્હો નોંધ્યો છે.

close
Nobat Subscription