જામનગરમાં કોરોના કાળમાં ગર્ભવતી મહિલાઓ માટે ઓનલાઈન યોગ ક્લાસ

જામનગર તા. ૧૭ઃ ગર્ભવતી મહિલાઓ માટે કોરોના કાળમાં ઘર બહાર નીકળવું જોખમી સાબિત થઈ શકે છે ત્યારે જામનગરનું યોગિની યોગ ક્લાસે ઘરે બેઠા યોગ કરવા સુરક્ષિત ઓનલાઈન કોર્ષ શરૃ કરવામાં આવ્યો છે.

આ કોર્ષમાં ગુજરાત આયુર્વેદના મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યુટ ઓફ યોગ એન્ડ નેચરોપેથી રિસર્ચમાંથી યોગ અને નેચરોપેથીમાં ડિપ્લોમાની ડીગ્રી મેળવનાર તથા બેંગ્લોરની પ્રતિષ્ઠિત 'એસવ્યાસા' યુનિર્વસિટીમાંથી યોગમાં માસ્ટર્સનો અભ્યાસ કરનાર ગર્ભાવસ્થા યોગના અનુભવી અને પ્રમાણિત યોગ પ્રશિક્ષક ચાર્મી માધવાણી દ્વારા ગર્ભાવસ્થામાં ઉપયોગી યોગાસનો ગુગલમીટના માધ્યમથી ઓનલાઈન શીખવાડવામાં આવશે.

કોરોના કાળમાં જામનગરના એકમાત્ર ઓનલાઈન યોગ ક્લાસમાં જોડાઈ સલામતી સાથે તંદુરસ્તી મેળવવા માંગતા ગર્ભવતી બહેનોને (મો. ૯૦૩૩૫ ૪૧૪૪૪) નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું છે.

close
Ank Bandh
close
PPE Kit