ચેક પરતના કેસમાં આરોપીની સજા સામેની અપીલ મંજૂરઃ છૂટકારો

જામનગર તા. ૨૫ઃ જામનગરના એક આસામીને અદાલતે ચેક પરતના કેસમાં બે વર્ષની કેદ અને ચેકથી ડબલ રકમનો દંડ ફટકાર્યા પછી આરોપીએ તે હુકમ સામે ઉપલી અદાલતમાં અપીલ કરતા અદાલતે ફરિયાદી ચેકના ધારણકર્તા નથી, તે સહિતની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના જયદેવ સી. ભટ્ટે રૃપિયા સવા લાખ હાથ ઉછીના આશાપુરા ડેરીવાળા જગદીશસિંહ ગંભીરસિંહ જાડેજા પાસેથી લઈ ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા જગદીશસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો હતો. આ હુકમ સામે આરોપી જયદેવ ભટ્ટે સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલવા પર આવતા આરોપીના વકીલે દલીલ કરી હતી કે, ફરિયાદી ચેકના ધારણ કર્તા નથી, બન્ને વચ્ચેનો વ્યવહાર વ્યક્તિગત છે, પેઢીનો વ્યવહાર નથી. આ ઉપરાંત ફરિયાદીની નાણા આપવાની સક્ષમતા અંગેના કોઈ આધાર નથી. બન્ને પક્ષી તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ભરત ઠાકર, આર.એમ. નકુમ રોકાયાં હતાં.

close
Nobat Subscription